સાબરકાંઠા: શાહુડીનો શિકાર કરનારા 6 શખ્સોને વનવિભાગે દબોચ્યા, હથકડી પહેરાવીને કરાવી પરેડ
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવાવાસ ગામ નજીક જંગલમાં સાત દિવસ પહેલા શાહુડીનો ગામના 6 શખ્સોએ ફા

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવાવાસ ગામ નજીક જંગલમાં સાત દિવસ પહેલા શાહુડીનો ગામના 6 શખ્સોએ ફાસલો બનાવીને તેનો શિકાર કર્યો હતો. ત્યાર બાદ વન વિભાગને જાણ થતા તપાસ હાથ ધરીને 6 શખ્સોને ઝડપી તેમના વિરદ્ધ ગુનો નોંધી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું.
આરોપીઓને વડાલી કોર્ટમાં રજૂ કર્યા
આરોપીઓને વડાલી કોર્ટમાં રજૂ કર્યા હતા, વડાલી કોર્ટે તમામ આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
શાહુડીનો શિકાર કરીને રાંધીને ખાઈ ગયા
સાત દિવસ પહેલા ગામના 6 શખ્સોએ જંગલની સરહદે ફાસલો બનાવીને શાહુડીનો શિકાર કર્યો હતો. શાહુડીનો શિકાર કરીને તેને રાંધીને ખાઈ ગયા હતા. ત્યારબાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. શાહુડીનો શિકાર કરનારા 6 શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા હતા.






