મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં પૂરમાં ફસાયેલા વિદેશીઓ બુલડોઝર પર સવાર થયા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થલે લઇ જવાતા હોવાનો એક

વડોદરામાં પૂરમાં ફસાયેલા વિદેશીઓ બુલડોઝર પર સવાર થયા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થલે લઇ જવાતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં વિદેશીઓ બુલડોઝર પર ઉબા રહેલા જોવા મળી રહ્યાં છે. પાણી વચ્ચેથી બુલડોઝર પર ઉભા રહીને નીકળવાનો અનુભવ લઇ રહેલા વિદેશી પ્રવાસીઓના ચહેરા પર પણ હાસ્ય જોઇ શકાય છે.

એવુ કહેવાય છે કે, વિદેશી પ્રવાસીઓનુ આ જૂથ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયું હતુ.તેઓ વડોદરાના જેતલપુર વિસ્તારની કોઈ હોટલમાં રોકાયા હતા અને સોમવારે પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા આ વિસ્તારની સેકંડો હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓને જેમ તેઓ પણ ફસાઈ ગયા હતા.

એ પછી તંત્રનું કોઈએ ધ્યાન દોર્યું હતું અને આ પ્રવાસીઓને હોટલમાંથી સલામત સ્થળે ખસેડવા માટે બુલડોઝર બોલાવવામાં આવ્યું હતું. 6 જેટલા વિદેશી પ્રવાસીઓના જૂથને એક સાથે  પૂરના પાણીથી દૂર લઈ જવા માટે બુલડોઝરના આગલા હિસ્સામાં ઉભા રાખવામાં આવ્યા હતા.

તેમને લઈને બુલડોઝર રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે કોઈએ વીડિયો ઉતારી લીધો હતો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો