મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી જજની નકલી ડિગ્રી આવી સામે, વિદેશી યુનિવર્સિટીએ ફટકારી નોટિસ

અમદાવાદમાં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે. નકલી જજના કારન

નકલી જજની નકલી ડિગ્રી આવી સામે, વિદેશી યુનિવર્સિટીએ ફટકારી નોટિસ

અમદાવાદમાં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે. નકલી જજના કારનામાંના આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યાં છે. નકલી જજની નકલી ડિગ્રીને લઇને ઘાનાની યુનિવર્સિટીએ નોટિસ ફટકારી છે.

ઘાનાની યુનિવર્સિટીએ નકલી ડિગ્રી મામલે ફટકારી નોટિસ

નકલી જજ મોરીસ સેમ્યુઅલની કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીની તસવીરો વાયરલ થઇ હતી. આ તસવીરોના આધારે પોલીસે તપાસ કરતા યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો. યુનિવર્સિટીએ આ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. ફેક સર્ટીફિકેટ મામલે કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ કહ્યું કે જો કોઇપણ છેતરપિંડી થાય તો યુનિવર્સિટીની જવાબદારી રહેશે નહીં. આ સિવાય આરોપીની આંતરરાષ્ટ્રીય લો ડિગ્રી સામે પણ સવાલ ઉભો થયો છે.

આ સમાચાર શેર કરો