મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરની ભારત સીટ કંપનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, ભોજનમાંથી ગરોળી નીકળી

સુરેન્દ્રનગરના નાવીયાણી ગામે ભારત સીટ કંપનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામ

સુરેન્દ્રનગરના નાવીયાણી ગામે ભારત સીટ કંપનીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હોવા છતાં, તે જ ખોરાક પીરસવામાં આવતા 30થી વધુ કર્મચારીઓની તબિયત લથડી છે.

ઝાડા-ઉલટી થતા તાત્કાલિક બેચરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

તમામ અસરગ્રસ્તોને ઝાડા-ઉલટી થતા તાત્કાલિક બેચરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો