મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં આરોપીના વાયરલ વિડીયો મામલે પોલીસ તપાસ તેજ, જેલ અધિકારીઓની કરાઈ પૂછપરછ

સુરેન્દ્રનગરમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરવા મુદ

સુરેન્દ્રનગરમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરવા મુદ્દે તપાસ શરૂ કરાઈ છે. વાયરલ વિડીયો મુદ્દે તંત્ર દ્વારા જેલ વિભાગના અધિકારીઓની પણ પૂછપરછ હાથ ધરાઇ છે. પ્રાથમિક શંકા મુજબ, આરોપીને જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે આ વીડિયો શૂટ કરાયો હોઈ શકે છે.

 જેલ અધિકારીઓની કરાઈ પૂછપરછ 

સુરેન્દ્રનગરની સબજેલમાં મારામારીના ગુના હેઠળ બંધ આરોપી રોહિત શીહોરાનો પોલીસ કસ્ટડીમાં હોવા છતાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. હાથકડી પહેરેલી હાલતમાં આરોપીએ સ્માર્ટફોનનો ઉપયોગ કરી વીડિયો બનાવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાથમિક શંકા મુજબ, આરોપીને જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે આ વીડિયો શૂટ કરાયો હોઈ શકે છે. આ ગંભીર બેદરકારી મામલે તંત્ર દ્વારા જેલ અધિકારીઓની પૂછપરછ અને પોલીસ જપ્તામાં સ્માર્ટફોન કઈ રીતે આવ્યો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો