Video: સુરેન્દ્રનગરમાં અટકાયત કરાયેલા આરોપીનો હાથકડી પહેરેલો વિડીયો વાયરલ, પોલીસની કામગીરી સામે શંકા
સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનાના આરોપીનો હાથકડી પહેરેલો વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં

સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનાના આરોપીનો હાથકડી પહેરેલો વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પોલીસ કસ્ટડીમાં હોવા છતાં રોહિત શિહોરા નામના આરોપીએ વિડિયો કોલ કર્યા હોવાની સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકી હતી. આ વિડીયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર પોલીસ આરોપીઓને તમામ પ્રકારની સેવાઓ આપતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
આરોપીઓ પાસે મોબાઈલ કઈ રીતે આવ્યો?
પોલીસને દારૂની બાતમી આપવા બદલ એક યુવકને માર મારવામાં આવ્યો હતો તે ગુનામાં રોહિત શિહોરાની સંડોવણી સામે આવી છે. પોલીસ કસ્ટડીમાં હોવા છતાં આરોપીઓ પાસે મોબાઈલ કઈ રીતે આવ્યો તે સવાલો ઊભા થયા છે.




