VIDEO: સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ચણાનું રજિસ્ટ્રેશન બંધ, ભાજપના નેતાઓ જ તંત્ર સામે મેદાને ઉતર્યા
રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ચણ

રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ચણાનું રજિસ્ટ્રેશન બંધ થયુ છે. ત્યારે બીજી તરફ હવે ભાજપના નેતાઓ જ તંત્ર સામે મેદાને આવ્યા છે. માળોદ સહિતના ગામોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ થતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેના કારણે વૃદ્ધો અને મહિલા ખાતેદારોએ ફિંગર પ્રિન્ટ આપવા માટે છેક ખોલડીયાદ સુધી લાંબા થવું પડે છે.
ખેડૂત નેતા મોહન પટેલે તંત્રને આડે હાથ લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ ગંભીર મુદ્દે ભાજપના ખેડૂત નેતા મોહન પટેલે તંત્રને આડે હાથ લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો સત્વરે સ્થાનિક સ્તરે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર લડત આપવાના મૂડમાં ભાજપ નેતા જોવા મળી રહ્યા છે.



