VIDEO: અમેરિકા સાથેની ટ્રેડ ડીલનો સુરેન્દ્રનગરના ખેડૂતોનો ઉગ્ર વિરોધ, સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
મોદી સરકારે અમેરિકા સાથે ખાસ ટ્રેડ ડીલ કરી
મોદી સરકારે અમેરિકા સાથે ખાસ ટ્રેડ ડીલ કરી છે, તેનો હવે ધીમે ધીમે વિરોધ શરૂ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે આ ટ્રેડ ડીલનો હવે સુરેન્દ્રનગરના ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. ખેડૂતોએ ગંભીર આરોપ લગાવ્યો છે.
ટ્રેડ ડીલ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સૌથી મોટી ખોટ જશે
ખેડૂતોએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ટ્રેડ ડીલ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સૌથી મોટી ખોટ જશે, બહારથી કપાસ કાપડ બનાવતી ફેક્ટરીઓમાં આવશે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ઉત્પાદિત કરેલ કપાસની માંગ ઘટી જશે. એક બાજુ છેલ્લા પાંચ વર્ષથી કપાસના પૂરતા ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા અને આ ટ્રેડ ડીલથી કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



