VIDEO: વડોદરામાં હેલિકોપ્ટરની મદદથી પૂર પીડિતોને કરાયું ફૂડ પેકેટનું વિતરણ
વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે.વિશ્

વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે.વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વડોદરા શહેરમાં ઉભી થયેલી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. બીજી તરફ લોકોને પીવાનું પાણી અને ભોજન મળી રહે એ માટે તંત્ર દ્વારા તડામાર રીતે ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવ્યા છે. ત્યારે સેનાએ હેલિકોપ્ટરથી મદદથી ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.




