“તું મને પસંદ છે”: વડોદરામાં ફૂડ ડિલિવરી બોયે હાથ પકડી મહિલાની કરી છેડતી
વડોદરામાંથી ઓનલાઇન ફૂડ ડિલિવરી મગાવતી મહિલાઓ માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં

વડોદરામાંથી ઓનલાઇન ફૂડ ડિલિવરી મગાવતી મહિલાઓ માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓનલાઇન મંગાવેલા ફૂડની ડિલિવરી કરવા આવેલા ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડીને કહ્યું કે તું મને પસંદ છે.
આ પણ વાંચો : બરોડા: હરણી કાંડના દોષી નિવૃત ઈજનેરના પેન્શનમાં મુકાશે આજીવન કાપ
મહિલાએ ઓનલાઇન કરેલા ઓર્ડરની ડીલિવરી આપવા આરોપી મહિલાના ઘરે પહોંચ્યો હતો. જેમાં ન્યુ અલકાપુરીમાં રહેતી મહિલાએ ફૂડ માટે ઓનલાઇન ઓર્ડર કર્યો હતો અને 19 વર્ષીય મહંમદ અકમલ ડિલિવરી માટે પહોંચ્યો હતો. જ્યાં યુવકે મહિલાને તેના સામાનની ડિલિવરી આપી અને હાથ પકડીને કહ્યું કે તું મને પસંદ છે. ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા છેલ બટાઉ યુવકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.




