VIDEO: જન્માષ્ટમીએ અમદાવાદમાં જળબંબાકાર, વાસણા બેરેજના 8 દરવાજા 2.5 ફૂટ ખોલાયા
અમદાવાદમાં છેલ્લા બે કલાકમાં પડેલ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઉપરવા
અમદાવાદમાં છેલ્લા બે કલાકમાં પડેલ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. અમદાવાદના વાસણા બેરેજની પાણીની સપાટી 131 ફૂટે પહોંચી છે. હાલમાં અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હોવાથી પાણીની સપાટી ઘટાડવા માટે વાસણા બેરેજના 8 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જન્માષ્ટમીના પાવન પર્વે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘણાં વિસ્તારોમાં માત્ર બે કલાકના ગાળામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં રસ્તાઓ બેટમાં ફેરવાયાની સ્થિતિ સર્જાઈ છે. મીઠાખળી, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરપાસ બંધ કરી દેવાયા છે.




