ચુડા અને માતરમાં આભ ફાટ્યું, ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 153 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના ચુડા

ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 153 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના ચુડામાં અને ખેડા જિલ્લાના માતર પંથકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લોથયો છે. સુરેન્દ્રનગરના ચોટીલા, વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો
ચુડામાં એકજ રાતમાં ચાર ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ સારો વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ છે. સુરેન્દ્રનગરમાં અડધા ઈંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ખેડાના માતરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો
ખેડા જિલ્લાની વાત કરીએ તો મહેદાવાદ અને માતરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માતર પંથકમાં રાત્રી દરમિયાન 4 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.






