મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં કરાઈ બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે. નદીનું લેવલ ઘટતા તેમજ

સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં કરાઈ બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાં ચાલનારી ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવામાં આવી છે. નદીનું લેવલ ઘટતા તેમજ જળકુંભીને કારણે ટેમ્પરરી રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અક્ષર રિવરક્રૂઝ દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ હાલ ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવવામાં આવી છે. પરિણામે મુલાકાતીઓ ફ્લોટિંગ રેસ્ટોરાંની મજા માણી શકશે નહીં.  નદીમાં જળકુંભી અને પાણીનું લેવલ ઘટતા ફ્લોટિંગ રેસ્ટોરાં ટેમ્પરરી બંધ કરવામાં આવી છે. નદીમાં પાણીનું સ્તર અને જળકુંભી દૂર થશે ત્યારબાદ ફ્લોટિંગ રેસ્ટોરાં ફરી શરૂ થશે. 

સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય

તમને જણાવી દઈએ કે, સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. 

નદીમાં પાણીનું સ્તર ઘટ્યું

ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના પગલે  વરસાદી પાણી સાબરમતીમાં આવતા નદીનું લેવલ ઘટાડવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવે છે. પરિણામે નદીમાં પાણીનું લેવલ ઓછું થઈ જાય છે. પરિણામે નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં હાલ ટેમ્પરરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો