મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand: સોજીત્રા ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કરાયું ધ્વજવંદન

આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે યો

આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી અપાઈ. આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ સહિત અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.

જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી. કાર્યક્રમમાં વિવિધ ટેબલોનું નિદર્શન કરાયું, જેમાં વિકાસની ઝાંખી અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો