મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand news: અમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસને ક્લીનસ્વીપ કરવા ભાજપનો પ્લાન, તમામ બેઠકો જીતવાનો કર્યો દાવો

Anand news: એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીનું સંચાલન ચલાવવા ભાજપ કોંગ્રેસ એડ

Anand news: અમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસને ક્લીનસ્વીપ કરવા ભાજપનો પ્લાન, તમામ બેઠકો જીતવાનો કર્યો દાવો

Anand news: એશિયાની સૌથી મોટી અમૂલ ડેરીનું સંચાલન ચલાવવા ભાજપ કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અમૂલ ડેરીના ચેરમેન તરીકે ભાજપ અને વાઇસ ચેરમેન તરીકે કોંગ્રેસનો ઉમેદવાર ફાઇનલ થઇ ગયું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું, ત્યારે હવે ભાજપ અમૂલની ચૂંટણીમાં તમામ બેઠકો જીતી કોંગ્રેસને ક્લીનસ્વીપ કરવા મન બનાવી રહી છે.

 આ વખતે અમે તમામ 13 બેઠકો જીતીશુ: ભાજપ 

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીનું આયોજન કરાતા સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે. આજે અમૂલની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે. હવે બુધવારના રોજ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની મતદાર યાદીમાં 1210 મતદારોને મતદાન માટે મંજૂરી મળી ગઈ છે. ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે કોંગ્રેસ ભાજપ વચ્ચે ગોઠવણ થઇ ગઈ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. પણ હવે પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ અમૂલની ચૂંટણીમાં તમામ બેઠકો જીતી કોંગ્રેસને ક્લીન સ્વીપ કરવા મન બનાવી રહી છે. ડેરીની ચૂંટણી પહેલા ભાજપે તમામ 13 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ભાજપ આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા આ જણાવ્યું છે. આણંદ જિલ્લા પ્રમુખ સંજય પટેલે કહ્યું આ વખતે અમે તમામ 13 બેઠકો જીતીશુ, કોંગ્રેસને એકપણ બેઠક નહીં મળે. 

આ સમાચાર શેર કરો