મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં અકસ્માતોની વણઝાર : રાજકોટ, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠામાં પાંચથી વધુના મોત

રાજ્યમાં આજે 19 ડિસેમ્બરે સવારથી અકસ્માતોની મોટી ઘટનાઓ ઘટી છે, જેમાં રાજકોટ, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠામાં

ગુજરાતમાં અકસ્માતોની વણઝાર : રાજકોટ, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠામાં પાંચથી વધુના મોત

રાજ્યમાં આજે 19 ડિસેમ્બરે સવારથી અકસ્માતોની મોટી ઘટનાઓ ઘટી છે, જેમાં રાજકોટ, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠામાં થયેલા  અકસ્માતોમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ પણ સામેલ છે. 

રાજકોટમાં ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવાનનું મોત

રાજકોટમાં ભાવનગર રોડ પર માર્ગ અકસ્માત સર્જાયો જેમાં એક યુવાનનું મોત થયુ છે. આજી ડેમ પાસે રવિવારી બજાર નજીક અજાણ્યા યુવાનને ડમ્પર ચાલકે અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 

રાજકોટમાં યુવકનું મોત

બનાસકાંઠાના થરાદમાં અકસ્માતમાં બે મહિલાના મોત

બનાસકાંઠામાં થરાદ હોસ્પિટલથી ઘરે આવતાં થરાદના સણધર નજીક બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 2 મહિલાના  મોત થયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. થરાદ પોલીસને જાણ થતાં પોલીસની બે ટિમો ઘટના સ્થળે દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી હતી. બાઇક ચાલક અજાણ્યા આર્મી જવાન સામે ગુનો નોંધાયો છે.  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

થરાદમમાં બે મહિલાના મોત

ભરૂચના વાગરામાં ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

ભરૂચના વાગરામાં બે યુવાનોના મોત

બનાસકાંઠાના હિંમતનગરમાં ટ્રેક્ટર પલટ્યું 

હિંમતનગરના સહકારીજીન પાસે શોર્ટ કટ મારવા જતા ટ્રેક્ટર પલટ્યું  હતું. કોટન માર્કેટિંગયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયુ હતું. આ ઘટનામાં કાર અને ટ્રેક્ટરને નુકસાન પહોંચ્યું હતું, તો કારમાં સવાર લોકોને સામાન્ય ઈજા પહોચી હતી.

હિંમતનગરમાં ટ્રેકટર પલટ્યું

ડીસામાં યુવતીનું મોત

બનાસકાંઠાના ડીસામાં ઝેરડા ગામે રહેતી અને ડીસામાં સાડીના શોરૂમમાં નોકરી કરતી કિંજલ નાઈ નામની યુવતીનું અકસ્માતમાં મોત થયું હતું.  યુવતીને નોકરી જતી વખતે અકસ્માત નડ્યો હતો. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાઈ વિનાની ચાર બહેનો પૈકી એકનું મોત થતાં પરિવાર પર આભ તુટી પડ્યું છે. યુવતીના અકસ્માતના પગલે સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

આ સમાચાર શેર કરો