મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢ અને પોરબંદરમાં માછીમારોની બોટ મધદરિયે ડુબી, કોસ્ટગાર્ડ દ્વારા પ્રત્યેકનો આબાદ બચાવ

જુનાગઢ માંગરોળ બંદરની એક ઓમશ્રી નામની બોટ દરિયામાં ડુબતા તેમને બચાવી લેવા કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

જુનાગઢ અને પોરબંદરમાં માછીમારોની બોટ મધદરિયે ડુબી, કોસ્ટગાર્ડ દ્વારા પ્રત્યેકનો આબાદ બચાવ

જુનાગઢ માંગરોળ બંદરની એક ઓમશ્રી નામની બોટ દરિયામાં ડુબતા તેમને બચાવી લેવા કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. માંગરોળ બંદરની ઓમશ્રી નામની બોટ સાત ખલાસીઓને સવાર કરીને માંગરોળ અને માધવપુર વચ્ચે દરીયામાં માછીમારી કરવા ઉપડી હતી.

આ પણ વાંચો : ત્રણ લોકોને શિકારનો ભોગ બનાવનાર હુમલાખોર સિંહણ ભારે જહેમત બાદ પાંજરામાં પુરાઈ

ત્યારે થોડે આગળ સુધી પહોંચતા અચાનક જ બોટમાં ખામી સર્જાઈ હતી જેને કારણે બોટ ડુબવા લાગી હતી. આ બોટમાં સવાર ખલાસીઓએ સમયસુચકતા વાપરી આજુબાજુ માછલા પકડવા માટે આવેલી અન્ય બોટને જાણ કરી તો તેમણે કોસ્ટગાર્ડને જાણ કરી. કોસ્ટગાર્ડે તાત્કાલીક રેસ્ક્યુ કીટ લઈ રવાના થયા અને તમામ સાત ખલાસીઓને બચાવી લેવાયા છે. તેમજ બોટને બચાવવા પ્રયાસ શરૂ કરાયા છે.

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં રાજાશાહી વખતના ખોટા દસ્તાવેજો બનાવી આચર્યું જમીન કૌભાંડ

પોરબંદરમાં કોસ્ટગાર્ડની રેસ્ક્યુ શીપ ચાર્લી 161 એ 7ના જીવ બચાવ્યા

પોરબંદર જિલ્લામાં માધવપુર નજીક સમુદ્રમાં માછીમારી કરવા નીકળેલી બોટની જળસમાધિ થત તેમાં સવાર ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું હતું. બોટમાં અચાનક કાંઈક ખામી સર્જાતા માછીમારોએ કોસ્ટગાર્ડની મદદ માંગી હતી. કોસ્ટગાર્ડની સ્પેશિયલ રેસ્ક્યુ શીપ ચાર્લી 161 દ્રારા કંકેશ્વરી બોટમાં સવાર 7 માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો