Video: સત્તા પરિવર્તન બાદ બારડોલી સુગર ફેક્ટરીની પ્રથમ વાર્ષિક સભા મળી

એશિયાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીની 71મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલે ક્લીન સ્વીપ કરીને ઐતિહાસિક સત્તા પરિવર્તન કર્યું હતુ. ચૂંટણી બાદની આ પ્રથમ સભા હોવાથી, સભાસદોએ ચૂંટણી વખતે આપેલા વાયદાઓ અને પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી, જેનો સંસ્થાના નવા પ્રમુખ મુકેશ પટેલે સંતોષકારક જવાબ આપ્યો હતો. સભામાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા ખાંડ ઉદ્યોગને ટકાવી રાખવા અને શેરડીનો પુરવઠો વધારવા પર વિશેષ ભાર મુકાયો હતો. આ પ્રસંગે ગત પિલાણ સીઝનમાં શેરડીનું એકર દીઠ રેકોર્ડબ્રેક ઉત્પાદન મેળવનાર ઉત્કૃષ્ટ ખેડૂતોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા હતા.








