સુરતમાં આગ સામે ઝઝૂમેલા ફાયરના જવાનોનું સન્માન, ગૃહમંત્રીએ શાલ ઓઢાડી મહેનતને બિરદાવી
સુરતની રિંગરોડની શિવ શક્તિ માર્કેટ સતત 40 કલાક સુધી સળગતી રહ્યા બાદ ફાયરે બ્રિગેડે ભારે જહેમત ઉઠાવીને આગની કાબુમાં લીધી હતી. ત્યાર

સુરતની રિંગરોડની શિવ શક્તિ માર્કેટ સતત 40 કલાક સુધી સળગતી રહ્યા બાદ ફાયરે બ્રિગેડે ભારે જહેમત ઉઠાવીને આગની કાબુમાં લીધી હતી. ત્યારે રાત્રે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ધારાસભ્યો અને મેયરે શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી હતી. અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે સુરત ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી.
પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો
ડિસીપી ઝોન-2 ભગીરથ ગઢવીએ કહ્યું કે, આગ કાબુમાં આવ્યા બાદ વેપારીઓએ માર્કેટમાં જવા માટે રજૂઆત કરી હતી. જોકે, બિલ્ડીંગની પરિસ્થિતિ અંગે હજુ પૂરી જાણકારી ન હોવાથી કોઇનો જીવ જોખમાય નહીં તે માટે વેપારીઓને માર્કેટમાં જતા રોકવામાં આવ્યા છે. જ્યારે તેમના માલની સલામતી માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.આરએન્ડબી પાસે સ્ટ્રકેટર અંગેનો રિપોર્ટર મંગાવામાં આવ્યો છે. જે આવ્યા બાદ નિર્ણય લેવાશે, જ્યારે આગનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. એફએસએલની ટીમે પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે.
ટીમ સ્ટેન્ડબાય
ફાયર બ્રિગેડની ઉપરાંત અન્ય ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડ સાથે મળીને 40 કલાકની જહેમત ઉઠાવીને આગે કાબુમાં લીધા બાદ શુક્રવારે સવારે કૂલિંગની કામગીરી પુર્ણ કરી હતી. એક એક દુકાનના શટર તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર ઇશ્વર પટેલે જણાવ્યું હતુંકે, કૂલિંગની કામગીરી પુર્ણ થઇ ગઇ છે. જોકે, માર્કેટમાં કાપડનો જથ્થો હોય ફરી આગ ન ભડકે તો પહોંચી વળવા માટે અધિકારી અને લાશ્કરો મળી કુલ 30 જણાની ટીમને સ્ટેન્ડબાય કરવામાં આવી છે.






