અમદાવાદ: ત્રણ પ્રખ્યાત સ્કૂલોમાં ફાયર સેફ્ટી મામલે અનેક ખામીઓ, દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
અમદાવાદ શહેર DEOએ ગત રોજ ત્રણ મોટી સ્કૂલોમાં સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જેમાં ફાયર સેફ્ટી મામલે ખામીઓ સ

અમદાવાદ શહેર DEOએ ગત રોજ ત્રણ મોટી સ્કૂલોમાં સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જેમાં ફાયર સેફ્ટી મામલે ખામીઓ સામે આવતા ખળભળાટ મચ્યો હતો. DEO અને ફાયર વિભાગની ટીમે થલતેજની ઉદગમ, ગુલબાઈ ટેકરા ખાતેની નવકાર અને સંતકબીર સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
થલતેજની ઉદગમ, ગુલબાઈ ટેકરા ખાતેની નવકાર અને સંતકબીર સ્કૂલોમાં તપાસ
પાંચ હજારથી વધુ સંખ્યા ધરાવતી ઉદગમ સ્કૂલમાં ફાયર સેફ્ટીને લઈને સૌથી વધુ ખામીઓ સામે આવી હતી. આ સિવાય નવકાર અને સંતકબીરમાં સ્ટાફને ફાયરની ટ્રેનિંગ જ આપવામાં આવી નથી, તો બીજી તરફ આ સ્કૂલોમાં પણ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.
ફાયરના સાધનો હતા તે રબરની સીટોના ઢગલામાં ઢંકાયેલા
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયરને લઈને ચકાસણી અભિયાન સતત ચાલી રહ્યું છે. સ્કૂલમાં જ્યાં ફાયરના સાધનો હતા તે રબરની સીટોના ઢગલામાં ઢંકાયેલા હતા. આ સિવાય સ્મોક વેન્ટીલેશન નહોતું, લેબોરેટરીમાં જવા માટે એક જ રસ્તો હતો, અને ફાયરની બોટલો બંધ હાલતમાં જોવા મળી હતી. સ્પ્રિંકલ બંધ હાલતમાં હતા. આ સિવાય નવકાર સ્કૂલના બેઝમેન્ટમાં જુનુ ભંગાર પડ્યું હતું. તેમજ ફાયરની પૂરતી બોટલો પણ નહોતી.
ફાયરના સાધનોનો વપરાશ કરવાનો પણ કર્મચારીઓને અભાવ
સંત કબીર સ્કૂલમાં પણ ફાયરના અપૂરતા સાધનો જોવા મળ્યા હતા. જો કે સ્કૂલના કર્મચારીઓને આ સાધનોનો કઈ રીતે વપરાશ કરવો તેની પણ જાણ નહોંતી, ત્યાં જ ફાયરના અધિકારીઓ દ્વારા ડેમો આપવામાં આવ્યો હતો.






