સુરતમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર બાઈકમાં આગ લાગતાં સર્જાઈ અફડાતફડી, ટ્રાફિક થયો જામ
સુરતના રસ્તાઓ પર વાહનોમાં આગ લાગવાના બનાવો સતત બનતાં રહે છે. ત્યારે ટ્રાફિકથી ધમધમતા અડાજણ સર

સુરતના રસ્તાઓ પર વાહનોમાં આગ લાગવાના બનાવો સતત બનતાં રહે છે. ત્યારે ટ્રાફિકથી ધમધમતા અડાજણ સરદાર બ્રિજ પાસે રાત્રે ગુજરાત ગેસ સર્કલ નજીક બાઈકમાં આગ લાગી હતી. જેને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
ફાયરબ્રિગેડ દોડી ગયું
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે અડાજણ સરદાર બ્રિજ પાસે ગુજરાત ગેસ સર્કલ નજીક બાઈકમાં આગ લાગી ગઈ હતી. જેને પગલે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સમગ્ર મામલે લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અડાજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અડાજણ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.
અગમ્યકારણોસર લાગી આગ
ફાયર વિભાગે ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાઈકની આગને કાબુમાં લઈ ફાયર બ્રિગેડે પોલીસને જાણ કરી બાઈકનો કબજો સોંપ્યો હતો. બાઇકમાં આગના પગલે ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બાઇકમાં ક્યાં કારણોસર આગ લાગી તે હજુ સામે આવ્યું નથી.








