ભરુચના રાહાડપુર ગામે શોપિંગ સેન્ટરમાં આગ, પાંચથી વધુ દુકાનોને આવી ઝપેટમાં
ભરુચના રાહાડપુર ગામે શોપિંગ સેન્ટરમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી લાગેલી આગ એકાએક વિકરાળ બની હતી.

ભરુચના રાહાડપુર ગામે શોપિંગ સેન્ટરમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી લાગેલી આગ એકાએક વિકરાળ બની હતી. સવારના સમયે આગ લાગતા લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતાં.
આ પણ વાંચોઃ નસવાડીનું ભગવાનપુરા ગામ સુવિધાઓથી વંચિત, રસ્તા-પાણી અને વીજળી ઝંખે છે લોકો
ફાયરબ્રિગેડના સુત્રોએ કહ્યું કે, સવારના સમયે શોપિંગ સેન્ટર બંધ હતું. એ દરમિયાન આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગના કારણે ધુમાડો ખૂબ ફેલાયેલો જોવા મળ્યો હતો. જેથી તાત્કાલિક આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાલ આગ શોર્ટ સર્કિટથી લાગી હોય તેવું અનુમાન પ્રાથમિક તબક્કે વ્યક્ત કરી શકાય છે. વધુ તપાસ ચાલુ છે.






