Bhavnagar news: ઈ-બાઇકને કારણે મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને ખાક
Bhavnagar news: ભાવનગરના વડવા પાદર દેવકી વિસ્તારમાં ઈ-બાઈકના કારણે રહેણાંક મકાનમાં

Bhavnagar news: ભાવનગરના વડવા પાદર દેવકી વિસ્તારમાં ઈ-બાઈકના કારણે રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભાવનગરના વડવા પાદરદેવકી વાવની વાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. મકાનમાં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મૂકવાને કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે, પરીવારના સભ્યો જમવા માટે બહાર ગયા હતા અને પરત ફરતા આગ લાગેલી જોઈ મકાન માલિકે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂ મેળવાયો હતો. આગમાં ઘરવખરીની સામગ્રી બળીને ખાક થઇ ગઈ હતી.




