મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર શહેરના મુખ્ય બજારમાં આવેલી દુકાનમાં લાગી આગ, સામાન બળીને ખાખ

ભાવનગર શહેરના મુખ્ય બજારમાં એક જૂના મકાન આવેલ દુકાનમાં આગ ફાટી નીકળી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગની

ભાવનગર શહેરના મુખ્ય બજારમાં આવેલી દુકાનમાં લાગી આગ, સામાન બળીને ખાખ

ભાવનગર શહેરના મુખ્ય બજારમાં એક જૂના મકાન આવેલ દુકાનમાં આગ ફાટી નીકળી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર શહેરના મોટાફળિયા વિસ્તારમાં આવેલી મેઈન બજાર રોડ પર એક જૂના મકાન આવેલ દુકાનમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. પરિણામે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. 

પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો

બીજી તરફ આ બનાવની જાણ ફાયરવિભાગને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિકરાળ આગના કારણે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. 

આ સમાચાર શેર કરો