મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકા- બગોદરા હાઈવે પર રૂની કંપનીમાં લાગી આગ, કરોડો રૂપિયાનું નુકસાન

અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર સરંઢી ગામ નજીક આવેલી સ્પાલયમેન્ટ નામની રૂની કંપનીમાં આગ લાગવા

અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર સરંઢી ગામ નજીક આવેલી સ્પાલયમેન્ટ નામની રૂની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 12 કલાકનો સમય લાગ્યો. ફાયર વિભાગે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ધોળકા નગરપાલિકા, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી 9થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. 

રૂની કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે તેને ઓલાવવા દરમિયાન પાણીની અછત સર્જાઈ હતી. જોકે, પાણીની અછત સર્જાતાં આજુબાજુનાં ગામડાઓમાંથી ફાયરની ગાડીઓમાં પાણી ભરીને લાવવાની ફરજ પડી હતી. આગને કારણે કંપનીમાં રાખવામાં આવેલી મોટી માત્રામાં રૂની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના લીધે કંપનીને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો