મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: SVP હોસ્પિટલમાં આગ લાગતા મચી અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં

Ahmedabad news:  SVP હોસ્પિટલમાં આગ લાગતા મચી અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સવારે ઈલેક્ટ્રિક ડકમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આજે સવારે અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલરૂમને એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર વિભાગની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઈલેક્ટ્રિક ડક જ્યાંથી પસાર થતી હતી ત્યાંથી આગ લાગી હતી અને ધુમાડો નિકળી રહ્યો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

એસવીપી હોસ્પિટલમાં આગ લાગી હોવાના મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગના કારણો અંગે તપાસ શરૂ કરી દીધી હતી. આગના પગલે લગભગ 30 મિનિટ સુધી હોસ્પિટલના બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ ઈલેક્ટ્રિક ડકમાં આગ લાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરી દેવાયું છે અને ફાયર તેમજ ઈલેક્ટ્રિક વિભાગની ટીમો સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો