PATAN : આંજણા ચૌધરી સમાજની સાધારણ સભા બની લોહીયાલ, 5થી વધુ ઈજાગ્રસ્ત
Patan News : પાટણમાં આજે મળેલી અખિલ આંજણા ચૌધરી ચોવીસી સમાજની સાધારણ સભા લોહિયાળ બની હતી. નવા પ્ર

Patan News : પાટણમાં આજે મળેલી અખિલ આંજણા ચૌધરી ચોવીસી સમાજની સાધારણ સભા લોહિયાળ બની હતી. નવા પ્રમુખ અને હોદ્દેદારોના નામની જાહેરાત થતા હોબાળો થયો હતો અને મામલો બિચક્યો હતો, જે બાદ મારામારી થઈ હતી.
અખિલ આંજણા ચૌધરી ચોવીસી સમાજની સાધારણ સભામાં સમાજના નવા પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવા મુદ્દે વિખવાદ ઉભો થયો હતો, જ બાદ સમાજના આગેવાનોમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી અને બાદમાં મારામારી થઈ હતી, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘાટની જાણ થાત પોલીસ કાફલો અને 108 સ્થળ પર આવી પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા આ 5 લોકોને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






