મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: પ્રેમનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું ખેલાયું, એકનું મોત

રાધનપુરના પ્રેમનગરમાં બે પાડોશીઓ વચ્ચે અગમ્ય કારણોસર ધીંગાણું ખેલાયું હતું. જેમાં એક યવુકનું મોત નિપજ્યું છે. જ્યાર

પાટણ: પ્રેમનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું ખેલાયું, એકનું મોત

રાધનપુરના પ્રેમનગરમાં બે પાડોશીઓ વચ્ચે અગમ્ય કારણોસર ધીંગાણું ખેલાયું હતું. જેમાં એક યવુકનું મોત નિપજ્યું છે. જ્યારે મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના રાધનપુર શહેરના પ્રેમનગરમાં મંગળવારે બે પરિવાર કોઈ કારણોસર ધીંગાણું ખેલાયું હતું. પાડોશમાં રહેતા એક યુવકે ધારિયા વડે જગદીશ નામના યુવક પર હુમલો કર્યો હતો. પરિણામે ગંભીર ઈજાઓ પહોંચતા ત્યાં જ ઢળી પડ્યો હતો. જોકે, આ દરમિયાન તેની માતા બચાવવા વચ્ચે પડતા તેના પર પણ હુમલો કર્યો હતો. ઈજાગસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, બે પરિવારો વચ્ચે ક્યાં કારણોસર મારામારી થઈ તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો