વેપારી-ગ્રાહક વચ્ચે દૂધ લેવા બાબતે ઉઠી તલવાર, 3 ઘાયલ; 3ની ધરપકડ
વડોદરામાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર હુમલાનું સ્વરુપ ધારણ કર્યું હતુ. વડોદરાના વારસિયા વિસ્તારમાં વેપ

વડોદરામાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર હુમલાનું સ્વરુપ ધારણ કર્યું હતુ. વડોદરાના વારસિયા વિસ્તારમાં વેપારી અને ગ્રાહક વચ્ચે ભારે મારામારીની ઘટના બની હતી. વેપારી અને ગ્રાહક વચ્ચે દૂધ આપવા અને લેવા બાબતે શરુઆતમાં બોલાચાલી થઈ અને સામાન્ય બોલાચાલીએ બાદમાં ઉગ્ર સ્વરૂપ લીધું હતું.
આ પણ વાંચો : VIDEO: કોઠંબામાં અંગત અદાવતને લઈ જુથ અથડામણ, પોલીસનો ગામમાં ચુસ્ત બંદોબસ્ત
આ મારામારી દરમિયાન 3 શખ્સો દ્વારા નગ્ન તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 3 લોકોને સારવાર અર્થએ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પીડિતે આક્ષેપ લગાવ્યા હતા કે આરોપીઓ પુર્ણપણે નશામાં હતા. જો કે, સમગ્ર મામલે વારસીયા પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક ત્રણ ઈસમોની અટકાયત કરી છે.




