મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagr news: મેમકા ગામે ઓરડી બનાવવા જેવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ, 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સ

Surendranagr news: મેમકા ગામે ઓરડી બનાવવા જેવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ, 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાંથી  ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મેમકા ગામે ઓરડી બનાવવા જેવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતા વાતાવરણ તંગ બન્યું. બંને જૂથો ધોકા, પાઈપ અને લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારો સાથે સામસામે આવી જતા લોહિયાળ જંગ ખેલાયો હતો.

8થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

આ જૂથ અથડામણમાં 8થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હિંસક ઘટનાને પગલે સમગ્ર મેમકા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો 

બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે હાલ 10 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો