Surat: વૃદ્ધ ભિક્ષુક મહિલા સાથે ગેરવર્તન કરનાર મહિલા કર્મચારી સસ્પેન્ડ, સીસીટીવી વાયરલ થતા કરાઈ કાર્યવાહી
સુરતના ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં એક વૃદ્ધ ભિક્ષુક મહિલા સાથે અમાનવીય વર્તન કરવાનો કિસ્સ
સુરતના ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં એક વૃદ્ધ ભિક્ષુક મહિલા સાથે અમાનવીય વર્તન કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સુરત ભિક્ષુક ગૃહના અધિકારીઓએ ત્વરિત પગલાં ભરી જવાબદાર મહિલા કર્મચારીને ફરજમુક્ત કરી દીધી છે.
તાજેતરમાં ભિક્ષુક રેસ્ક્યૂ કામગીરી દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતી મહિલા ગાર્ડ એક લાચાર વૃદ્ધ ભિક્ષુક મહિલા પર હાથ ઉગામતી અને તેની સાથે ગેરવર્તન કરતી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોની ગંભીરતાને ધ્યાને લઈને સુરત ભિક્ષુક ગૃહના ઉચ્ચ અધિકારીઓએ તપાસ આદરી હતી. તપાસમાં આ ગેરવર્તન કરનાર મહિલા ગાર્ડનું નામ દિવ્યાબેન સોનવણે હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ તેઓ પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકાર હોવાનું અને માનવીય મૂલ્યોનું ઉલ્લંઘન કરતા હોવાનું સાબિત થયું હતું.


