અબડાસામાં મહિલા BSF જવાને કર્યો આપઘાત, ડિસેમ્બર મહિનાથી મેડિકલ રજા પર હતા
અબડાસામાં મહિલા BSF જવાને આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ મચી જવા પામ્યો છ

અબડાસામાં મહિલા BSF જવાને આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ મચી જવા પામ્યો છે. મેડિકલ રાજા પર ઘરે આવેલા મહિલા બીએસએફ જવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
અબડાસા તાલુકાના તેરા ગામમાં મહિલા BSF જવાને આપઘાત કરી લેતા પરીવાર પર આભ તૂટયું. ભુજ BSFની 59મી બટાલિયનમાં ફરજ બજાવતા 27 વર્ષીય સેજલબેન ગઢવી ડિસેમ્બર 2024થી મેડિકલ રજા ઉપર ઘરે આવેલા હતા. જેમણે ઘરે પંખા સાથે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. નલિયા પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માતનું કારણ હાલ અકબંધ.




