મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ઉમરપાડામાં ખખડ્યા ઘરના વાસણ, ભૂકંપનો આંચકો અનુભવાતા ગામ લોકોમાં ડર

સુરત જિલ્લામાં વહેલી સવારે લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો. ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે વહેલ

સુરતના ઉમરપાડામાં ખખડ્યા ઘરના વાસણ, ભૂકંપનો આંચકો અનુભવાતા ગામ લોકોમાં ડર

સુરત જિલ્લામાં વહેલી સવારે લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો. ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે વહેલી સવારે હળવા ભૂકંપના આચંકાનો અનુભવ થયો હતો. સવારે 6.04 વાગ્યે ભૂકંપના આચંકાનો અનુભવ લોકોએ કર્યો હતો. ઘરમાં વાંસણો ખખડતા લોકોને આચંકાનો અનુભવ થયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાની થવા પામી ના હતી. આ મામલે તંત્રને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃસુરતની નવી સિવિલ હોસ્પિટલ માંદગીના બિછાને! ટ્રોમા સેન્ટરની સામે જ છત પરથી પડ્યો પોપડો

તંત્રને જાણ કરાઈ

ઉમરપાડાના અમિષ વસાવાએ કહ્યું કે, સટવાણ ગામ અને આજુબાજુના 4થી 5 ગામોમાં ભૂકંપના આચંકા સવારે 6.04 મિનિટે અનુભવાયા હતા. ગામના આગેવાનો મામલતદાર અને તલાટી સાથે ચર્ચા કરતા અને ટેલીફોનીક વાત કરતા કોઈ નુકશાની કે જાનહાનિ થઇ નથી. ઉમરપાડા તાલુકામાં ભૂકંપના આચંકા અંગે અધિકારીઓને પણ અમે જાણ કરી હતી.

સવારે થયો અનુભવ

સટવાણ ગામના તલાટી કમ મંત્રી સતીષભાઈ ગામીતે કહ્યું કે, સટવાણ ગામે સવારે 6.04 કલાકે હળવા ભૂકંપના આચંકાનો અનુભવ થયો હતો. જેની જાણ અમને સ્થાનિકો અને સરપંચ દ્વારા થઇ હતી. જે અંગેનો રીપોર્ટ અમે ઉપલી કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને મોકલી આપ્યો છે. ભૂંકપના કારણે કોઈપણ નુકસાની કે જાનહાનિ થઇ નથી.

આ સમાચાર શેર કરો