મહીસાગર નદીમાં નાવડી પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત
આણંદ: મહીસાગર નદીમાં નાવડી પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયું છે. ત્રણેય લોકો

આણંદ: મહીસાગર નદીમાં નાવડી પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયું છે. ત્રણેય લોકો નદીમાં માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. ગોઝારી ઘટના બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
હાલ વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામ લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. ત્રણેય મૃતક કાચલાપુર વાસદના રહેવાસી છે.




