ભાવનગરમાં દીકરી સાથે વાત કરતા વિદ્યાર્થીને પિતાએ શિક્ષકની હાજરીમાં જ ચપ્પાના ઘા ઝીંક્યા
ગુજરાતના ભાવનગરની OAJ ઈન્સ્ટીટ્યૂટમાં એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવાની ભયાનક ઘટના બ

ગુજરાતના ભાવનગરની OAJ ઈન્સ્ટીટ્યૂટમાં એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવાની ભયાનક ઘટના બની છે. વિદ્યાર્થિનીના પિતાએ કાઉન્સલિંગ રૂમમાં શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થી પર ચક્કુથી આડેધડ હુમલા કર્યા છે. આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. પીડિત વિદ્યાર્થીએ ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
વિદ્યાર્થિનીના પિતાએ વિદ્યાર્થી પર આડેધડ ચાકુથી હુમલો કર્યો
મળતા અહેવાલો મુજબ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ઈન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી વિદ્યાર્થિની સાથે ફોન પર વાત કરતો હતો, જેના કારણે તેણીના પિતા જગદીશ રાચડ ગુસ્સે થયા હતા. આ ફોનનો મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થીને સમજાવવા માટે ઈન્સ્ટીટ્યૂટમાં કાઉન્સિલિંગ સેશન રખાયું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર વતી હાઈકોર્ટમાં રિપોર્ટ કરાયો રજુ
ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું ને અચાનક હુમલો કરી દીધો
સેશન વખતે એક ખુરશી પર વિદ્યાર્થિની બેઠી હતી, જ્યારે સામે સોફા પર તેણીના પિતા અને બાજુમાં વિદ્યાર્થી બેઠો હતો. આ દરમિયાન તેણીના પિતા અચાનક ગુસ્સે થઈ ગયા અને ખિસ્સામાં રાખેલું ચપ્પુ કાઢી વિદ્યાર્થી પર આડેધડ હુમલો કરી દીધો હતો.
આરોપી પિતાની ધરપકડ
આ હુમલા બાદ ઈન્સ્ટીટ્યૂટમાં અફરાતફરી મચી ગઈ અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે CCTV ફુટેજના આધારે આરોપી પિતાની ધરપકડ કરી છે.
વિદ્યાર્થીને સમજાવતી વખતે ગુસ્સો આવી ગયો
પોલીસે કહ્યું કે, આરોપી પિતા પોતાની પુત્રી મુદ્દે વિદ્યાર્થીને સમજાવવા આવ્યો હતો, જોકે વાતચીત દરમિયાન પિતાને ગુસ્સો આવી ગયો અને હુમલો કરી દીધો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની વધુ તપાસ શરૂ કરી દીધી છે.








