સુરતમાં માસૂમો કેટલા સલામત? 3 વર્ષની બાળકીનું અપહરણ કરી 3 સંતાનના પિતાએ કર્યા અડપલા
સુરતમાં માસૂમ બાળકો સાથેના અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. એક પછી એક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે

સુરતમાં માસૂમ બાળકો સાથેના અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. એક પછી એક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે પાંડેસરામાં શ્રમ વિસ્તારમાં પાંચ ના રામ મંદિરમાં સુંદરકાંડના પાઠના ધાર્મિક કાર્યક્રમમાં આરોપી પ્રમોદ ગૌડ આવ્યો હતો અને કાર્યક્રમ પુરો થયો ત્યાં સુધી તે બેસી રહ્યો હતો. બાદ આરોપી મંદિરની નજીકમાં રમતી 3 વર્ષની બાળકીને ઊંચકી ગયો હતો.
પિતા નોકરીએ ગયેલા
માતા ઘરે હતી અને પિતા નોકરીએ ગયા હતા. રાત્રે 11.30 વાગ્યે આરોપી બાળકીનું અપહરણ કરી ગયો હતો. પોલીસે તાત્કાલિક ટીમો બનાવી આસપાસના સીસીટીવી કેમેરા, સોશ્યિલ મીડિયા તેમજ બાતમીદારોની મદદ લઈ તપાસ શરૂ કરી હતી. આરોપી કોઈ ઓળખીતાની બાઇક પર બાળકીને લઈને આવતો હતો.તે સમયે પોલીસે તેને પકડી લીધો હતો.
ખભે નાખી લઈ ગયો
બાળકીને ખંભે સુવડાવીને ચાલતો ઘરે લઈ જઈ બાળકી સાથે અપડલા કર્યા હતા. મોડીરાતે બાઇક પર બાળકીને બેસાડીને જતો હતો. તે સમયે પાંડેસરા પોલીસે ટીમો બનાવી બાળકીને શોધી રહ્યા હતા. પોલીસે આરોપી પ્રમોદ દુધનાથ ગૌડની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી મજૂરીકામ કરે છે. પત્ની અને 3 સંતાનો વતનમાં રહે છે.








