Rajkot news: પડધરીના ખોખરીમાં વોકડામાં ડૂબી જતા પિતા-પુત્રના મોત, 4 દિવસથી હતા ગાયબ
રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પડધરીના ખોખરીમાં વોકડામાં ડૂબી

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પડધરીના ખોખરીમાં વોકડામાં ડૂબી જતા પિતા-પુત્રના મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે 6 વર્ષનો પુત્ર અને 27 વર્ષના પિતાનું મોત નિપજ્યું છે. 16 તારીખથી પિતા-પુત્ર ગુમ હતા.
4 દિવસથી સતત તેમની શોધખોળ કરવામાં આવી
4 દિવસથી સતત તેમની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને બન્નેના મૃતદેહ વોકડામાંથી મળી આવ્યા હતા. પડધરી પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. PM રિપોર્ટ બાદ જ પોલીસે કહ્યું કે મોતનું સાચું કારણ જાણવા મળશે.
હાલ પડધરી પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અકસ્માત છે કે કંઈક બીજું તે અંગે હાલ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. પિતા-પુત્ર વોકડામાં કેવી રીતે પડ્યા અને ડૂબ્યા તે અંગેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.






