મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના લિંબાયતમાં ગૌમાંસ વેચતા બાપ-દીકરો ઝડપાયા, એક વોન્ટેડ જાહેર

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ છે. તેમ છતાં અવારનવાર કસાઈઓ દ્વારા ગેરકાયદે રીતે ગૌમાંસ વેચ

સુરતના લિંબાયતમાં ગૌમાંસ વેચતા બાપ-દીકરો ઝડપાયા, એક વોન્ટેડ જાહેર

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ છે. તેમ છતાં અવારનવાર કસાઈઓ દ્વારા ગેરકાયદે રીતે ગૌમાંસ વેચાતું હોવાનું સામે આવતું હોય છે. ત્યારે ગૌ રક્ષકો દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં ગૌ માસનું વેચાણ કરતાં બાપ દીકરાને ઝડપી લેવામાં આવ્યાં છે. જ્યારે ગૌ માંસ લેવા આવનાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

રેઈડમાંથી જથ્થો મળ્યો

લિંબાયત વિસ્તારમાં આવેલી મિઠી ખાડી પરની બેઠી કોલોનીમાં રફીક ઉર્ફે રફીક પહેલવાન કદરી સૈયદ અને તેનો દીકરો જાવિદ રફિક સૈયદ ગેરકાયદે ગૌ માંસનું વેચાણ કરતાં હતાં. આ અંગેની બાતમી ગૌરક્ષકો મારફતે પોલીસને મળી હતી. જેથી રેઈડ કરવામાં આવી હતી. જેમાં બાપ દીકરો ઝડપાઈ ગયા હતાં. જ્યારે ગૌ માંસ લેવા આવેલો નાસી ગયો હતો. જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

પૂછપરછ શરૂ

પોલીસે ગૌમાંસ વેચતા પિતા-પુત્રને ઝડપી લીધા હતાં. જ્યારે અઠોદરામાંથી હનિફભાઈ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, પકડાયેલા આરોપી પાસેથી એ પૂછપરછ કરવામાં આવી રહી છે કે, આ ગૌ માંસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો. 

આ સમાચાર શેર કરો