મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: પિતા-પુત્રીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા, બે દિવસ પછી બાળકીનો હતો જન્મદિવસ

વડોદરા શહેરમાં પિતા-પુત્રીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે.મળતા અહેવાલ પ્રમાણે તાલુકા પોલીસ સ્ટેશન

વડોદરા: પિતા-પુત્રીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા, બે દિવસ પછી બાળકીનો હતો જન્મદિવસ

વડોદરા શહેરમાં પિતા-પુત્રીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે.મળતા અહેવાલ પ્રમાણે તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવતા ધ ફ્લોરિનસ એપાર્ટમેન્ટના 203 મકાન નંબર રહેતા પિતા-પુત્રીએ ઝેરી દવા પીધી હતી. ચિરાગ બ્રહ્માણી અને આઠ વર્ષની પુત્રીએ એક સાથે ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો હતો.

પુત્રીનો બે દિવસ પછી જન્મદિવસ હતો

પુત્રીનો બે દિવસ પછી જન્મદિવસ હતો. ચિરાગ બ્રહ્માણીના થોડાક મહિના પહેલા પત્ની સાથે ડિવોર્સ થયા હતા. પિતા-પુત્રી એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા હતા.

પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા, ત્યાં બન્ને મૃત હાલતમાં હતા. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો