અમદાવાદ: શાહપુરમાં લંડનથી વતન પરત આવેલા યુવાન પર જીવલેણ હુમલો, હત્યા કરી શખ્સો થયા ફરાર
ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અસમાજીક તત્વોને જાણે કે કાયદાનું ભાન જ

ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અસમાજીક તત્વોને જાણે કે કાયદાનું ભાન જ નથી તેવી સ્થિતિ સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં વધુ એક યુવાનની હત્યા કરવામાં આવી છે.
શાહપુરમાં લંડનથી ભારત આવેલા યુવક પર હુમલો
અમદાવાદના શાહપુરમાં લંડનથી ભારત આવેલા યુવક પર હુમલો કરાયો. નિહાર પટેલ નામના યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો.પરિવારજનોને મળવા પરત આવેલ યુવક ઉપર થયેલ છરીથી જીવલેણ હુમલો કરાયો હતો.
આ પણ વાંચો: ગુજરાત ભાજપમાં ભડકો: વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા પર હાઈકમાન્ડે લગાવી બ્રેક
ઘાયલ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
ઘાયલ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે ફરિયાદમાં હત્યાનો ઘાયલ યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતકલમ ઉમેરવા અંગેની અને આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.






