VIDEO : છોટાઉદેપુરના સુસ્કાલ ગામે ટ્રક-ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩૦ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામના રણાફળિયા પાસે ટ્રેક્ટર અન

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામના રણાફળિયા પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. સુસ્કાલ ગામનો 30 વર્ષીય યુવાન ઘનશ્યામભાઈ ભરતભાઈ રાઠવા ટ્રેક્ટરમાં ખાતર ખાલી કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે કાળમુખા ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાઓના કારણે યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરા ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




