રાજકોટમાં ડેથઝોનના દોષિતોને ફાંસી આપો, સુરતમાં ઉપવાસ આંદોલન થયું શરૂ
રાજકોટના ગેમઝોન ડેથઝોન બન્યું હોય તે રીતે 30 જેટલા નિર્દોષના મોત થયાં હતાં. ત્યારે આગક

રાજકોટના ગેમઝોન ડેથઝોન બન્યું હોય તે રીતે 30 જેટલા નિર્દોષના મોત થયાં હતાં. ત્યારે આગકાંડની ઘટનાના દોષિતોને ફાંસીની સજા થાય તેવી માગ સાથે સુરતમાં આંદોલન શરૂ થયું છે. એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. જેમાં દુર્ઘટના વખતે છટકી જતાં જવાબદારો સામે આકરી કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
અલગ અલગ દુર્ઘટનામાં ન્યાયની માગ
સમાજસેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. જેમાં તક્ષશિલા આગ કાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના, ટી આર પી ગેમઝોનમાં દોષિતોને સજા થાય તેવી માંગ કરાઈ છે. 24 કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પણ આરોપી સજા અપાઈ નથી. જેથી તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.
ન્યાય માટે આંદોલન યથાવત રખાશે
સામાજિક કાર્યકર જે.બી.જાનીએ કહ્યું કે, આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે. પોલીસે આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાની અટકાયત કરી છે. જો કે, અમે ન્યા મળે તે માટે આંદોલન કરતાં રહીશું. આગામી સમયમાં પણ આ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.








