મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નેશનલ હાઈવે ૫૬ની બેદરકારીથી ખેતરો બન્યા તળાવ: પહેલા જ વરસાદમાં ખેડૂતોનું બિયારણ ધોવાયું

નસવાડી અને કોસીંદ્રા વચ્ચે કરોડોના ખર્ચ

નસવાડી અને કોસીંદ્રા વચ્ચે કરોડોના ખર્ચે બનેલા નેશનલ હાઈવે ૫૬ની નબળી કામગીરીને કારણે પ્રથમ વરસાદમાં જ ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે. રોડની સાઈડમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા આજુબાજુના ખેતરોમાં તળાવની જેમ પાણી ભરાઈ ગયા છે, એટલું જ નહીં, હાઈવેના મુખ્ય માર્ગ પર પણ ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે. આ આકાશી આફત વચ્ચે ખેડૂતોએ ખરીફ સીઝન માટે કરેલી મોંઘી વાવણી અને બિયારણ પાણીના તેજ પ્રવાહમાં ધોવાઈ જતાં જગતનો તાત આર્થિક સંકટમાં મૂકાયો છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં નેશનલ હાઈવેના જવાબદાર એન્જિનિયરો કે અધિકારીઓ ડોકિયું કરવા પણ ન ડોકાતા સ્થાનિક ખેડૂતોમાં તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે.

આ સમાચાર શેર કરો