Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : After announcing his retirement from international cricket Ben Stokes gave big staetment

ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ છલકાયું બેન સ્ટોક્સનું દર્દ, કહ્યું- 'હું માનસિક રીતે થાકી...'

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ છલકાયું બેન સ્ટોક્સનું દર્દ, કહ્યું- 'હું માનસિક રીતે થાકી...'
સોર્સ : gstv

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે રવિવારે 28 જૂને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. સ્ટોક્સે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ મેચ દરમિયાન આ આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. સ્ટોક્સે હવે સ્પષ્ટ કર્યું છે કે, તેને સંન્યાસ લેવા માટે કોઈએ મજબૂર નહતો કર્યો, આ સંપૂર્ણપણે તેનો પોતાનો જ નિર્ણય હતો.

App Store

માનસિક અને શારીરિક થાક મુખ્ય કારણ

35 વર્ષીય સ્ટોક્સે 'સ્કાય સ્પોર્ટ્સ' સાથેની વાતચીતમાં એ તમામ અટકળોને ફગાવી દીધી છે કે, તાજેતરમાં લંડનની એક નાઇટક્લબના વિવાદ અને શિસ્તભંગની તપાસના કારણે તેણે ટીમ છોડવી પડી છે. તેણે જણાવ્યું કે, તેની નિવૃત્તિનું અસલી કારણ માનસિક અને શારીરિક થાક હતો, જેની શરૂઆત ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં એશેઝ સિરીઝ દરમિયાન જ થઈ ગઈ હતી.

બેન સ્ટોક્સે કહ્યું કે, લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન તેને પોતાની કરિયરને લઈને ફરીથી એ જ નકારાત્મક લાગણીઓ થવા લાગી હતી, જે એશેઝ પ્રવાસ પછી થઈ હતી. સ્ટોક્સે કહ્યુ કે "લોર્ડ્સ ટેસ્ટે મને ફરીથી યાદ અપાવ્યું કે હું મારી કરિયરમાં કેવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. ઘરે પરત ફર્યા પછી મેં મારી જાતને બહેતર બનાવવા માટે ખૂબ મહેનત કરી, પરંતુ આ પ્રયાસમાં હું સંપૂર્ણપણે થાકી ગયો. છેલ્લા કેટલાક મહિનામાં મેં ટીમ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, અને હવે તે એવી સ્થિતિમાં પહોંચી ગયા છે, જ્યાં ક્રિકેટનો આનંદ પણ ખતમ થવા લાગ્યો હતો." જોકે, સ્ટોક્સે સ્પષ્ટ કર્યું કે નાઇટક્લબ વિવાદ તેના સંન્યાસનું કારણ નહતો, પરંતુ તેણે સ્વીકાર્યું કે, તે ઘટના અને ત્યારબાદના વિવાદે તેના પર માનસિક દબાણ ચોક્કસપણે વધારી દીધું હતું.

ડ્રેસિંગ રૂમમાં જો રૂટ સાથેની એ ક્ષણ

બેન સ્ટોક્સ કહે છે, "લોર્ડ્સ ટેસ્ટનું આખું અઠવાડિયું ખૂબ જ મુશ્કેલ રહ્યું. ત્યારબાદ ડ્રેસિંગ રૂમમાં જ્યારે હું જો રૂટ સાથે બેઠો ત્યારે મને અહેસાસ થયો કે, હું માનસિક રીતે કેટલો થાકી ગયો છું. છેલ્લા બે અઠવાડિયામાં જે કંઈ પણ થયું, તેણે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી દીધી."

અત્રે ઉલ્લેખનીય છે કે, લોર્ડ્સ ટેસ્ટ પછી સ્ટોક્સ એક નાઇટક્લબ વિવાદમાં ફસાયો હતો. આ કારણે તેણે બીજી ટેસ્ટમાંથી બહાર બેસવું પડ્યું હતું. ECB (ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ) અને ક્રિકેટ રેગ્યુલેટરે આ મામલાની તપાસ શરૂ કરી હતી. જોકે, બાદમાં તેને ગંભીર આરોપોમાંથી ક્લીન ચીટ મળી ગઈ હતી અને ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ માટે ટીમમાં પરત સામેલ કરવામાં આવ્યો હતો.

સ્ટોક્સે જણાવ્યું કે, બીજી ટેસ્ટમાંથી બહાર થયા બાદ જ્યારે તે પોતાની કાઉન્ટી ક્લબ ડરહમ પરત ફર્યો, ત્યારે તેને ક્રિકેટ પ્રત્યે ફરીથી લગાવ અનુભવાયો હતો. સ્ટોક્સે કહ્યું, "ડરહમમાં રમતી વખતે મને લાગ્યું કે ક્રિકેટ માટે મારો પ્રેમ પાછો આવી રહ્યો છે, પરંતુ ટ્રેન્ટ બ્રિજમાં પરત આવ્યા પછી, હું એ જ જૂની લાગણી અને ઉત્સાહ ફરીથી મેળવી શક્યો નહીં."