Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Case has been filed on IPL player alleging assault and misconduct with an employee

IPLના ખેલાડીની મુશ્કેલીઓમાં વધારો, કર્મચારી સાથે મારપીટ અને ગેરવર્તનના આરોપમાં દાખલ થયો કેસ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
IPLના ખેલાડીની મુશ્કેલીઓમાં વધારો, કર્મચારી સાથે મારપીટ અને ગેરવર્તનના આરોપમાં દાખલ થયો કેસ
સોર્સ : gstv

મધ્યપ્રદેશના ભોપાલમાં IPLમાં રમી ચૂકેલા જાણીતા ક્રિકેટર શશાંક સિંહ અને તેના પિતા શૈલેષ સિંહ, જેઓ નિવૃત્ત સ્પેશિયલ ડીજી છે, તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ભોપાલ પોલીસે આ બંને વિરુદ્ધ પોતાના જ બંગલામાં કામ કરતા એક કર્મચારી સાથે મારપીટ અને ગેરવર્તણૂક કરવાના ગંભીર આરોપ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં ફરિયાદ મળ્યાના 24 કલાક બાદ પોલીસે FIR નોંધી છે.

App Store

મને નોકરીની લાલચ આપીને બોલાવાયો હતો: પીડિતની આપવીતી

આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પીડિત કર્મચારી એ જણાવ્યું છે કે, "મને અહીં કામ માટે મોકલવામાં આવ્યો હતો. મને એવું કહેવામાં આવ્યું હતું કે જો હું ત્યાં કામ કરીશ તો મને કાયમી નોકરી મળી જશે. પરંતુ હું જેવો બંગલાની અંદર ગયો, મને આખો દિવસ ઊભો રાખવામાં આવતો અને જે પણ કહેવામાં આવે તે બધું જ કામ કરાવતા હતા. જો હું કામ ન કરું તો મને ગાળો દેવામાં આવતી હતી. તેઓ મારી સાથે ખૂબ જ અપમાનજનક રીતે વાત કરતા હતા. તેઓ પોતે ગુંડા જેવું વર્તન કરી રહ્યા હતા અને ઉલટાનું મારા પર જ ગુંડા હોવાનો આરોપ લગાવતા હતા. તેમણે મારો મોબાઈલ ફોન પણ 3 દિવસ સુધી પોતાની પાસે રાખ્યો હતો. તેઓ દરરોજ મારી સાથે ગેરવર્તન કરતા હતા અને મને ખરાબ રીતે માર મારતા હતા.

શશાંક સિંહ અને તેના પિતાએ મને માર્યો, બહેને જાનથી મારી નાંખવાની ધમકી આપી

પીડિત કર્મચારીએ આ ઘટના પાછળના મુખ્ય ચહેરાઓ અને તેમની ક્રૂરતાનો ખુલાસો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકે આપવીતી જણાવતા કહ્યું છે કે, શશાંક સિંહ, તેમના પિતા અને તેમના ડ્રાઈવરે મળીને મારા પર હુમલો કર્યો હતો. એટલામાં જ ત્યાં શશાંકની બહેન આવી અને કહ્યું કે, ‘આને જાનથી મારી નાખો.’ હું ત્યાં માત્ર હાથ જોડીને ઊભો રહ્યો હતો અને વિનંતી કરતો હતો, પણ તેઓ કોઈનું સાંભળવા તૈયાર નહોતા.

પીડિતના જણાવ્યા મુજબ, આરોપી ક્રિકેટર અને તેના પિતાએ રૌફ જમાવતા કહ્યું હતું કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ તેમની સામે નમતા હતા અને SP કક્ષાના અધિકારી તો તેમના ત્યાં કચરા પોતું કરવા આવતા હતા.

આ હાઈ-પ્રોફાઈલ મામલામાં હજુ સુધી શશાંક સિંહ કે તેના પિતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. ભોપાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.