Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Big blow to Ireland after historic win over India, head coach Henrik Malan resigns

ભારત સામે ઐતિહાસિક જીત બાદ આયર્લેન્ડને મોટો ઝટકો, હેડ કોચ હેનરિક મલાને આપ્યું રાજીનામું

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ભારત સામે ઐતિહાસિક જીત બાદ આયર્લેન્ડને મોટો ઝટકો, હેડ કોચ હેનરિક મલાને આપ્યું રાજીનામું
સોર્સ : gstv

ભારત સામેની T20I સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આયર્લેન્ડ ટીમના હેડ કોચે પોતાના પદ પરથી રાજીનામું આપીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. હેનરિક મલાને આયર્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. તે છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી આ ભૂમિકામાં હતો. તેનો આ નિર્ણય T20Iમાં ભારત સામે આયર્લેન્ડની ઐતિહાસિક 2-0ની જીત બાદ આવ્યો છે. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે હેનરિક મલાનની જગ્યાએ ગેરી વિલ્સનને પુરુષ ટીમનો નવો હેડ કોચ નિયુક્ત કર્યો છે. ભારત સામેની આ ઐતિહાસિક જીતના 24 કલાકની અંદર જ હેનરિક મલાનનું હેડ કોચ પદેથી રાજીનામું આપવું, એ ખૂબ જ ચોંકાવનારો નિર્ણય છે. મલાનનો કોન્ટ્રાક્ટ 2027ની શરૂઆત સુધીનો હતો, પરંતુ 45 વર્ષના આ સાઉથ આફ્રિકાના કોચે પદ છોડવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ આયર્લેન્ડની યાદી મુજબ, તેનું માનવું છે કે, આગામી વર્ષે યોજાનારા ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાના હેતુથી કોઈ નવા કોચના આવવા માટેનો આ યોગ્ય સમય છે.

App Store

હેનરિક મલાને શું કહ્યું?

હેનરિક મલાને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "આ ખેલાડીઓ, સ્ટાફ અને આઇરિશ ક્રિકેટ સમુદાય સાથે કામ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. અહીં રહેવાનો અનુભવ મારા અને મારા પરિવાર માટે અદ્ભુત રહ્યો છે અને અમે આઇરિશ ક્રિકેટ સાથે વિતાવેલા અમારા સમયને હંમેશા ખૂબ જ પ્રેમથી યાદ રાખીશું."

મલાને આગળ કહ્યું કે, "મેદાન પર આપણે ગર્વ સાથે તે ઐતિહાસિક જીતને યાદ કરી શકીએ છીએ. મેલબોર્નમાં ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત, અબુ ધાબીમાં અફઘાનિસ્તાન સામે આપણી પ્રથમ ટેસ્ટ જીત, બેલફાસ્ટમાં ઝિમ્બાબ્વે સામે પ્રથમ હોમ ટેસ્ટ જીત, ભારત સામે ઘરઆંગણે T20 સિરીઝમાં ઐતિહાસિક જીત અને પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ તથા સાઉથ આફ્રિકાને હરાવવું. સાથે જ, વિશ્વની ટોચની ટીમોને પડકારવાની અને તેમને હરાવવાની આપણી સતત ક્ષમતાને કારણે T20 વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય કરવું પણ આપણા માટે ગર્વની વાત છે."

આયર્લેન્ડનો નવા હેડ કોચ બન્યો ગેરી વિલ્સન

આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે હેનરિક મલાનના રાજીનામાના તરત જ બાદ ગેરી વિલ્સનને આયર્લેન્ડ પુરુષ ક્રિકેટ ટીમનો નવા હેડ કોચ નિયુક્ત કરી દીધો છે. તમને જણાવી દઈએ કે 40 વર્ષના વિલ્સને 2020માં નિવૃત્તિ લેતા પહેલા, 15 વર્ષની શાનદાર ઇન્ટરનેશનલ કરિયરમાં 292 મેચોમાં આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પછી તરત જ તે કોચિંગ ક્ષેત્રે આવી ગયો હતો. શરૂઆતમાં તેણે નોર્થ વેસ્ટ વોરિયર્સને કોચિંગ આપ્યું, અને પછી 2022માં આયર્લેન્ડની પુરુષ સિનિયર ટીમના કોચિંગ સેટઅપમાં આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાયો. 1990ના દાયકાની શરૂઆતમાં જોન વિલ્સ પછી, તે આયર્લેન્ડની પુરુષ ટીમનો પ્રથમ આઇરિશ મૂળનો હેડ કોચ બન્યો છે.