Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Names of 6 martyrs of 'Operation Sindoor' announced for the first time; Place will be given at the National War Memorial

'ઓપરેશન સિંદૂર'ના 6 શહીદ જવાનોના નામ પહેલીવાર જાહેર; નેશનલ વોર મેમોરિયલમાં અપાશે સ્થાન

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'ઓપરેશન સિંદૂર'ના 6 શહીદ જવાનોના નામ પહેલીવાર જાહેર; નેશનલ વોર મેમોરિયલમાં અપાશે સ્થાન
સોર્સ : gstv

પાકિસ્તાન સામે ગયા વર્ષે મે મહિનામાં કરવામાં આવેલી ભારતીય સૈન્ય કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’માં બલિદાન આપનારા દેશના 6 જાંબાઝ જવાનોના નામ પહેલીવાર જાહેર કરીને તેમને સન્માન આપવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ બહાદુરોની યાદમાં તેમના નામ રાષ્ટ્રીય રાજધાની સ્થિત નેશનલ વોર મેમોરિયલના ‘ત્યાગ ચક્ર’ પર કાયમી ધોરણ અંકિત કરવામાં આવશે.

App Store

ઓપરેશન સિંદૂરમાં કોણ શહીદ થયું?
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓપરેશન સિંદૂરમાં શહીદ થનારાઓમાં સુબેદાર મેજર પવન કુમાર, રાઇફલમેન સુનીલ કુમાર, લાન્સ નાયક દિનેશ કુમાર, અગ્નિવીર મુરલી નાયક, હવલદાર સુનીલ કુમાર સિંહ અને ભારતીય વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર સામેલ છે. આ નામો વર્ષ 2025માં વિવિધ સૈન્ય ઓપરેશન્સમાં સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ સૈનિકોની યાદી સાથે જાહેર કરવામાં આવ્યા છે.

નેશનલ વોર મેમોરિયલમાં નોંધાશે નામ
સ્વતંત્રતા બાદથી દેશ માટે બલિદાન આપનારા દરેક સૈનિકનું નામ, રેન્ક અને યુનિટ નેશનલ વોર મેમોરિયલના ‘ત્યાગ ચક્ર’ની ગ્રેનાઇટની દીવાલો પર અંકિત કરવામાં આવે છે. હવે ઓપરેશન સિંદૂરના આ છ નાયકોના નામ પણ ત્યાં નોંધાઈ જશે, જેથી તેમની શહાદત રાષ્ટ્રીય સ્મૃતિનો કાયમી હિસ્સો બની રહેશે.

26 નાગરિકોના મોતનો બદલો
તમને જણાવી દઈએ કે, 7 મે 2025ના રોજ ભારત દ્વારા આતંકવાદી શિબિરો પર કરવામાં આવેલા હવાઈ અને સચોટ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા એ લોહિયાળ હુમલામાં 26 નાગરિકોના મોત થયા બાદની જવાબી કાર્યવાહી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા, જેના કારણે મુનીર સેનાએ યુદ્ધવિરામ (સીઝફાયર) માટે અમેરિકા પાસે દોડવું પડ્યું હતું અને 10 મેના રોજ આ સંઘર્ષનો અંત આવ્યો હતો.