મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banaskantha news: ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ખેડૂતો ક્લેકટર કચેરીમાં ધસી આવ્યા, સ્વતંત્રતા દિવસે આંદોલનની ચિમકી

આગથળાથી ધાનેરા સુધીના રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષ

Banaskantha news: ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ખેડૂતો ક્લેકટર કચેરીમાં ધસી આવ્યા, સ્વતંત્રતા દિવસે આંદોલનની ચિમકી

આગથળાથી ધાનેરા સુધીના રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બનાસકાંઠાના લાખણી અને ધાનેરા તાલુકાના 200 જેટલા ખેડૂતો રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને જો રજુઆત ધ્યાને નહીં લેવાય તો 15મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધની ઉચ્ચારી ચિમકી ઉચ્ચારી છે. 

આગથળાથી ધાનેરા સુધીના રોડની કામગીરી છેલ્લા એક વર્ષથી ગોકળગતિએ ચાલી રહી છે. રોડ સમતલ કરી ગુણવત્તાયુક્ત બનાવવાની માંગ છે, પણ સ્થાનિકોના જણાવ્યા મુજબ કામગીરીમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી રહ્યા છે. આ સાથે લાખણી અને ધાનેરા પંથકમાં ભારે વરસાદથી પાક નુકશાનીથી ખેડૂતોને પારાવાર નુકશાન અંગેની પણ રજુઆત કરાઈ છે, જેથી પાક સહાય માટે સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવા કરી માંગ કરી છે. પણ કોઇ કામગીરી ન કરાતા બનાસકાંઠાના લાખણી અને ધાનેરા તાલુકાના 200 જેટલા ખેડૂતો રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને જો રજુઆત ધ્યાને નહીં લેવાય તો 15મી ઓગસ્ટે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધની ઉચ્ચારી ચિમકી ઉચ્ચારી છે. 

આ સમાચાર શેર કરો