VIDEO:સભાસ્થળે પહોંચ્યા ખેડૂતો પોલીસ સાથે ઘર્ષણ
વિવિધ જિલ્લામાંથી ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર કૂચ કરવા આવેલા ખેડૂતોને અમદાવાદમાં ઓગણેજ પાસે પોલીસે અટકાવ્યા

વિવિધ જિલ્લામાંથી ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર કૂચ કરવા આવેલા ખેડૂતોને અમદાવાદમાં ઓગણેજ પાસે પોલીસે અટકાવ્યા હતા. ગાંધીનગર જતા રોકવામાં આવ્યા હતા. અને પોલીસે ઓગણેજ પાસે સભા સ્થળે જવા તરફ વાળ્યા. ઘણા ખેડૂતો સભા સ્થળે પહોંચ્યા. તો કેટલાક ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો કે પાલ આંબલિયા સહિતના નેતાઓએ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા. ખેડૂતોના ખભે બંદૂક ફોડવામાં આવી. ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલીની મંજૂરી ના મળી હોવા છતાં ખેડૂતોને કહ્યું નહીં કે મંજૂરી નથી મળી. ટ્રેક્ટર સાથે મંજૂરી ન મળતાં ઘણા ખેડૂતો ચલતા ચાલતા ગાંધીનગર જવા રવાના થયા હતા.




