રાજકોટમાં ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડવા મામલે 4 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
રાજકોટમાં ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવતા આસપાસના ગામડાંઓના ખેડૂતો વિરોધ પર

રાજકોટમાં ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવતા આસપાસના ગામડાંઓના ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના ભાદર નદી કાંઠાના 4 ગામના ખેડૂતો પ્રદૂષણયુક્ત પાણી છોડવાને મામલે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે. આ સાથે ખેડૂતોએ વિરોધ કરતા રામધૂન પણ બોલાવી હતી.
આ પણ વાંચો : રાજકોટ: TRP કાંડની અવગણના કરી મનપા બનાવી રહી છે બીજો ગેમ ઝોન
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કેરાળી, લુણાગરા, લુણાગરી, પાંચ પીપળા, સહિતના ગામોના ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં ઉતરી આવ્યા છે. ભાદર નદીમાં હાલ ચોમાસા વગર ભરપૂર પ્રદુષિત પાણી વહી રહ્યું છે. ખેડૂતોએ પ્રદૂષણ માફિયા ઉપર લગામ લગાવવા માટે માંગ કરવામાં આવી છે. પ્રદૂષિત પાણીથી ખેતીની જમીન બંજર બની રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેની લાપરવાહીના કારણે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે.




